STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સાહસ

સાહસ

1 min
378

બહુ સલામતી સાથે જીવે જવું, એ કાયર લોકોનું નિશાન છે,

યા હોમ કરીને પડો, સાહસ જિંદગીની સોનેરી શાન છે.

 

કોઈ પણ ક્ષેત્રમાં સિધ્ધિ નથી મળી રહેતી નમાલા અને કાયર લોકોને,

પાષાણ યુગથી ચંદ્રલોક સુધીની સફરમાં ઝલકે સાહસનું જ અનુસંધાન છે.

 

આપણા કામની કોઈ કોપી કરી શકે, આપણા સાહસની નહીં,

સાહસ એ તો દરેકે દરેકનું પોતાનું આગવું આહવાન છે.

 

એટલું સમજાય છે દુનિયાના હર ખુણે, ઉમર સાથે એને કોઈ નિસ્બત નથી,

વિચારો જ કરે રાખનારા છે વૃધ્ધ, સાહસ કરનાર લોકો કાયમી યુવાન છે.

 

પ્રતિભાનો પમરાટ ફેલાવવા માં સાહસનું રહે છે અનેરું પ્રદાન,

સાહસના અભાવમાં, ઘણી પ્રતિભા ગુમાવે મળવાપાત્ર માન છે.

 

સાહસ અને શૌર્ય ભરી જીંદગી જોવી હોય તો જોઈ લેજો સરહદ,

દેશ માટે લડતા જવાનો કેવા જાંબાઝ અને જાજરમાન છે.

 

અંત ખબર હોય તો પણ, દરેક કોઠો વિંધો અભિમન્યુને સમાન,

સાહસ એ તો ‘સૌરભ’, જિંદગીનું સહુથી મોંઘેરુ સન્માન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational