STORYMIRROR

Dhanjibhai gadhiya

Inspirational

4  

Dhanjibhai gadhiya

Inspirational

સાહિત્યના પાઠ

સાહિત્યના પાઠ

1 min
401


કાવ્ય લખું છુ હૃદયના ભાવોથી,

કોઈ સ્નેહના ફૂવારા તો ઊડાવો !


કલમમાં શાહી સૂકાવા આવી છે,

કોઈ શાહીની સરિતાતો વહાવો !


લખતા લખતા કાગળ ખૂટ્યાં છે,

કોઈ ધરતીને કાગળ તો બનાવો ! 


કાવ્યો મેં તો પ્રેમથી લખ્યાં છે,

કોઈ તાળીઓ પાડીને તો વધાવો !


ધન કે દોલત માંગ્યા પણ નથી મેં,

કોઈ સન્માન આપીને તો અપનાવો !


શબ્દોની જંજાળમાં હું ખોવાયો છું,

કોઈ શબ્દો વિણાવવા તો આવો ! 


"મુરલી" સાહિત્યની દુનિયામાં નવો છું,

કોઈ સાહિત્યના પાઠ તો ભણાવો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational