સાગર કિનારે
સાગર કિનારે
સુંદર દેખાય સાગર કિનારો
જોવા માટે મન લલચાય
સાગરના ઉછળતા મોજા
કિનારે દોડતા દોડતા દેખાય
આકાશે વીજળી ચમકે
પવન પણ જોરદાર ફૂંકાય
સુંદર દેખાતું દ્રશ્ય
કંઈક નવું જોમ દેખાય
સાગરના પવનનો હવે
સુંદર ઉપયોગ કરાય
પવનચક્કી દ્વારા હવે
વીજળી પેદા કરાય
પવનચક્કી જોઈને
આપણું મન હરખાય
સુંદર દેખાય સાગર કિનારો
જોવા માટે મન લલચાય
