STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Children

4  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Children

સાચો જાદુગર મા

સાચો જાદુગર મા

1 min
387

કેવો મજાનો જાદુ એ કરતી મા,

આંખ ખોલું ત્યાં ચા હાજર કરતી,

સુવા ટાણે કહ્યા પેલા પથારી કરતી.


કેવો મજાનો જાદુ એ કરતી મા,

તકલીફોની દવાઓ આપતી કહ્યા વિના,

વાગ્યા ઉપર હાથ ફેરવતા દર્દ થતું ગાયબ.


કેવો મજાનો જાદુ એ કરતી મા,

કહ્યા વિના સઘળું સમજી જતી બધું,

બાળકની જાણે હોઈ એ એક જ્યોતિષ.


કેવો મજાનો જાદુ એ કરતી મા,

અશક્યને શક્ય કરતી મારી જીદ પૂરી કરવા,

જાણે કોઈ ચિરાગમાથી નીકળેલું એ જીન.


કેવો મજાનો જાદુ એ કરતી મા,

જિંદગીના બધા જ સપનાઓને પૂરી કરતી,

છતાં રાખતી નથી આપણાથી કોઈ આશા.


કેવો મજાનો જાદુ એ કરતી મા,

ઈશ્વરે સર્જેલા ચિરાગમાથી નીકળી જાણે એ,

બધી જ ઇચ્છાઓ પૂરી કરતી જાદુગરની જેમ.


કેવો મજાનો જાદુ એ કરતી મા,

વાતો છે ખાલી જીન અને ચિરાગની તો અહીં,

બાળક માટે મા જેવું મોટું કોઈ જાદુગર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational