STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Children

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Children

રૂમઝૂમ આવી દિવાળી

રૂમઝૂમ આવી દિવાળી

1 min
77

પાંચ પાંચ દિવસનો પાવન, આવ્યો તહેવાર, 

આજ આંગણીયે લીલા તોરણ બંધાવો. 

કે.. રૂમઝૂમ.. રૂમઝૂમ આવી દિવાળી.


અગિયારસ, બારસ ને ધનતેરસનો રૂડો આવ્યો અવસર. 

લક્ષ્મીજીના પૂજન ટાણે ચરણે ફળફૂલો ચઢાવો. 

કે.. રૂમઝૂમ.. રૂમઝૂમ.. આવી દિવાળી. 


કાળીચૌદસે મંત્ર-તંત્ર ભણી મા ને સાધવાનો આવ્યો અવસર. 

રાત્રે મસાણમાં જઈ ભૂતપ્રેત પલિત જાગ્રત કરાવો. 

કે... રૂમઝૂમ.. રૂમઝૂમ આવી દિવાળી. 


બાર મહિનાએ દિવાળીનો મોટો ને રૂડો આવ્યો તહેવાર. 

ઝગમગ ઝગમગ દીવા પ્રગટાવો, રૂડા સાથિયા પૂરાવો. 

કે.. રૂમઝૂમ... રૂમઝૂમ... આવી દિવાળી. 


સજી ધજી ઉર ઉમંગે નવુંવર્ષ વધાવવાનો આજ આવ્યો અવસર. 

 વેર-ઝેર ભૂલી, એકબીજા સાથ મળી મીઠું મોઢું કરાવો. 

 કે... રૂમઝૂમ...રૂમઝૂમ... આવી દિવાળી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children