STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

રૂડો ફાગણ

રૂડો ફાગણ

1 min
673

અવસર રંગોનો લઈને આવ્યો રૂડો ફાગણ,

વન વગડે કેવો ફૂલ્યો ફાલ્યો રૂડો ફાગણ.


મેલો સઘળી ચિંતા રંગોથી રંગાઈ એ,

છોળો ખુશીની સૌ માટે લો લાવ્યો ફાગણ.


કેસૂડાંએ વગડો આખો લીધો છે ઘેરી,

રંગોની લ્હાણીથી હરખાતો ફાવ્યો ફાગણ.


રંગોની છોળો નો ઉત્સવ સૌ કોઈ માણે,

નાનાં મોટાં સૌનો દુલારો ભાવ્યો ફાગણ.


આંબા ડાળે મદમાતી કોયલ રાણી ટહુકે,

મીઠાં ગીતો ગાઈને એણે વધાવ્યો ફાગણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational