STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ઋતુ ઋતુ રમી લઈએ

ઋતુ ઋતુ રમી લઈએ

1 min
227

ગમે તો રમત, ઋતુ ઋતુ રમી લઈએ

નિભાવી નિયતિને ખંધુ હસી લઈએ


રવિ છે તો મળે જ ગગન ઘૂમવાને

થઈ દીવડો, ગૃહે ટમટમી લઈએ


રમે જે ઝરણાં પથ, ઝીલવાં મધુરાં

પછી એ વહંત ધોધે, હળી લઈએ


શરમની લાલી સમ રંગના જ કોઈ

ભલા જોબન, દિલદારી ચૂમી લઈએ


મળે જો સુમન તણો સંગ, ખુશ્બુ ખુશ્બુ

કદી ડંખત કંટકસું જ સહી લઈએ 


જલધિ ; ડુંગર છે જાગીર રે ધરાની

થઈ બીજ નવપલ્લિતા કરી લઈએ


વિચાર વૈભવે વિલસતું વિશ્વ ભાવે

સ્વયં ઊઘડી   ‘દીપસું જીવી લઈએ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational