STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

રથયાત્રા

રથયાત્રા

1 min
186

રથયાત્રા….અવસર આનંદના અષાઢી બીજે

દર્શન દેશે જગન્નાથજી રે

રથ રાજવી ને ઝૂલે રે હાથીડા

શોભે બલરામ સંગ સુભદ્રાજી રે


છાયાં વાદળીયાં ઊંચે રે આભલે

છોગાળો છાંટણાં ઝીલેજી રે

દેવા દર્શનીયાં ઘરઘર આંગણે

રથે બીરાજ્યા વીરાઓજી રે


આવોને લૂંટવા લ્હાવા લાખેણા

નગરે નગારાં વાગેજી રે

ધર્યા છે પ્રસાદ મગ જાંબુના

આરોગો જનજન ઝૂમીજી રે


ભાવે રે ધરશું મોસાળું પ્રભુજી 

શ્રધ્ધાની તુલસી ભારેજી રે

કરૂણા તમારી પથપથ પ્રગટે

ધન્ય ધન્ય ! અમે જદુરાયજી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational