રસોઈની મહારાણી
રસોઈની મહારાણી
મીઠો મીઠો શીરો બનાવતી
રસોઈની તું રાણી,
તીખો તીખો ચેવડો બનાવતી
રસોઈની તું રાણી,
કડવા કરેલાનું શાક બનાવતી
રસોઈની ઓ રાણી,
તૂરા તૂરિયાનું શાક બનાવતી
રસોઈની ઓ રાણી,
ખાટાં આમળાનો મુરબ્બો બનાવતી
રસોઈની તું રાણી,
ખારો ખારો રસ રસોઈનો
ન ચાલે તારા વગર,
આ તો રસોઈની છે રાણી.