Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kripalsinh Jadeja

Inspirational

3.6  

Kripalsinh Jadeja

Inspirational

કળજુગની માયા

કળજુગની માયા

1 min
8

કળજુગની આ માયામાં,

કોણ જાણે, કોણ કેવું હશે ?

ભાઈઓ થયા ભૂખ્યા જમીનનાં,

શું રામનો કોઈ લક્ષ્મણ હશે ?

પરમાર્થની આ ભૂમિ પર,

વિકારની મારા-માર હશે,

મંદિરો બનશે ખંડહર હવે,

પૈસો સૌનો ઈશ્વર હશે,

કળજુગની આ માયામાં,

કોણ જાણે, કોણ કેવું હશે ?

કામ વાસનાના મોહમાં,

માન મર્યાદા બધી તૂટી જશે,

સંસ્કારોનો હવે દુકાળ થયો,

નિર્લજતાની હદ પાર થશે,

નહીં આવે કૃષ્ણ દ્રોપદીના ચીર પૂરવા,

સ્ત્રીએ જાતે જ ચંડી થવું પડશે,

કળજુગની આ માયામાં,

કોણ જાણે, કોણ કેવું હશે,

કોણ જાણે કોણ કેવું હશે ?

Rate this content
Log in

More gujarati poem from Kripalsinh Jadeja

Similar gujarati poem from Inspirational