રસના
રસના
નિતનવા ભોજન સૌને ભાવે,
સ્વાદની રસના રસ ટપકાવે,
જંકફૂડ જીભડી ચટકાવે,
ઓનલાઈન મંગાવી ખાવે,
ટાણા ટંક વિના પણ ચાવે,
સેલ્ફી લઈને સ્ટેટ્સ લગાવે,
ચીઝ ને મેંદો કેમ પચાવે,
વગર નોતરે બિમારી આવે,
વિલાયતી દવાઓ રોગ દબાવે,
આડ અસરથી નહીં બચાવે,
હોસ્પિટલના ધક્કા ખવડાવે,
જંકફૂડ તો તોબા કરાવે,
તાસીર જાણી ઔષધ અપાવે,
જંકફૂડની બાધા લેવડાવે,
આયુર્વેદ દેશી અપનાવે,
જડમૂળથી રોગ ભગાવે.
