STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

રોમેરોમમાં એ સમાઈ ગઈ

રોમેરોમમાં એ સમાઈ ગઈ

1 min
192

પડી એની પહેલી નજર,

હૈયા પર એની છબી કોતરાઈ ગઈ


આ હૈયું થઈ ગયું ઘાયલ,

જ્યારે મારી સામે થોડું મલકાઈ ગઈ.


નજરથી નજર મળી એ થોડું શરમાઈ ગઈ,

લાગ્યું જાણે એ દિલથી થોડું હરખાઈ ગઈ !


એની શર્મિલી સુરત મારા હૈયે છપાઈ ગઈ,

મારા દિલો દિમાગ પર જાણે છવાઈ ગઈ !


લાગ્યું એવું જાણે કે બે પળમાં જિંદગી જીવાઈ ગઈ !

એની કામણગારી આંખો થકી મારા હૈયે સમાઈ ગઈ.


મારા હોંઠ પર ગીત બની એ ગવાઈ ગઈ,

જાણે મારા રોમે રોમમાં લહુ બની એ સમાઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance