STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

રોબોટ નથી હું

રોબોટ નથી હું

1 min
198

તાજમહેલ

બનાવું ઘરને હું

ત્યાગમૂર્તિ છું.


પરિવારને

સાચવવા, પોતાનો

પ્રાણ પાથરું


વિવિધ રોલ

વફાદારીથી અદા

કરૂ, મિત્ર છું.


ખિતાબ આપે

રસોડાની રાણીનો

હું નોકરાણી.


રોજ વ્યસ્ત હું

ના મારે વેકેશન

નથી કદર.


નથી જોઈતા

સોનાના હાર મારે,

બે મીઠા બોલ.


નથી જોઈતા

ગાડી બંગલા હાર,

જોઈએ સાથ.


  માનવી છું હું

સંવેદના મુજમાં

રોબોટ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy