ઋણાનુબંધ
ઋણાનુબંધ
બસ એક મુલાકાતે જોડાયો જે સંબંધ,
લગ્ન છે ઈશ્વરીય એક ઋણાનુબંધ,
યાતના અપાર જીવનમહી તોય,
લાગણી એકબીજા કાજ અકબંધ,
ના પરિચિત પેલેથી એકબીજાના બેઉ,
તોય પરસ્પર પ્રેમમાંએવા થયાં અંધ,
વિચારોની આપલે કેચર્ચા થાય કદીક,
પણ એમાં કાઈ બોલવાનું ન કરે બંધ,
ઉઠાવવી છે ખુદને જ બધી તકલીફ
કોઈ દુઃખોની સાથીને ન આવવા દે ગંધ
બસ એક મુલાકાતે જોડાયો જે સંબંધ,
લગ્ન છે ઈશ્વરીય એક ઋણાનુબંધ.
