રંગોત્સવ
રંગોત્સવ

1 min

23.8K
લાલ, પીળા 'ને લીલી
ચોતરફ છોળો ઊડી
હે વર્ષા કરો રંગોની...
પ્રેમથી રંગો ગાલ ગુલાબી
હાથે મૈત્રી સોનેરી
હે વર્ષા કરો રંગોની...
દેશપ્રેમ હૈયે કેસરી
ભાલે તિલક લગાવી
હે વર્ષા કરો રંગોની...
માથે આશિષ આકાશી
નાકે ગુલાલ નટખટ મસ્તી
હે વર્ષા કરો રંગોની....
ભેદભાવ 'ને અંટસ ભૂલી
છોડી અહમ મિટાવો દૂરી
હે વર્ષા કરો રંગોની...
નાના મોટા સહુને ભેટી
કરો પ્રેમની ઉજાણી
હે વર્ષા કરો રંગોની...