રંગોનો તહેવાર
રંગોનો તહેવાર
અરર...સરરર...સરરર..
ઊડે રંગને ગુલાલ
આવ્યો હોળીનો તહેવાર,
સરરર....સરરર...સરરર..
પહેરે રંગબેરંગી વસ્ત્રો
લાલ પીળો ને વાદળી,
સફેદ રંગ હોય અનોખો
રંગોમાં ભળે ને બને રંગીન,
મળે આનંદ અને ઉલ્લાસ
આવ્યો હોળીનો તહેવાર,
સરરર...સરરર...સરરર..
લાંબી લાંબી પીચકારી
ને રંગોના ગુબ્બારા
રંગબેરંગી થાય
ઘેરૈયા અમારા
બોલે જોરથી એ
આવ્યો રંગોનો ત્યોહાર
સરરર...સરરર...સરરર..
આવ્યો હોળીનો તહેવાર...
આવ્યો હોળીનો તહેવાર.
