STORYMIRROR

Chirag Padhya

Inspirational

3  

Chirag Padhya

Inspirational

રંગમંચ

રંગમંચ

1 min
26.6K


રંગમંચ છે દુનિયા 'ચિરાગ'

નિભાવીયે કીરદાર

રોલ મળે જે ઇચ્છે કુદરત

પળ પળ નવીન પ્રકાર

રંગમંચ છે ...


પુત્ર બની કરે છે સેવા કોઇ

કોઇ આપે દુખ હદપાર

માત-પિતા ના નસીબ મુજબના

નિભાવે પુત્ર કીરદાર

રંગમંચ છે...


પુત્રી બને કોઇ વ્હાલ નો દરીયો

માત-પિતાની વધારે શાન

કોઇ કલંકિત કરી જાય છે કુળ ને

છીનવી લે સન્માન

રંગમંચ છે...


માત-પિતા ના કીરદાર મા શીખવે

બાળક ને સંસ્કાર

કીરદાર છે આ શ્રેષ્ઠ બધાથી

કરીયે નમન હજાર

રંગમંચ છે...


પતિ-પત્ની બની ચલાવે નૈયા

સંસાર સાગર કરવા પાર

હલેસા લગાવે સાચવી એકબીજાને

કુદરત પણ કરતી વિચાર

રંગમંચ છે...


દરેક સંબંધે મળતા રોલ નવા નવા

નાયક બનો કે ખલનાયક

જે આપશો એ જ મળશે પાછુ

સંસ્કાર-કુસંસ્કાર,ગુણ-અવગુણ કે માન-અપમાન

રંગમંચ છે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational