રંગમંચ
રંગમંચ
દુનિયાના રંગમંચ પર સૌ પોતપોતાનું પાત્ર ભજવે છે,
કોઈ ઉજાળે છે અવતાર તો કોઈ માનું દૂધ લજવે છે,
કોઈ કદી કરી જાત મહેનત સફળતા હાંસલ કરે છે,
કોઈ પામે નિષ્ફળતા કેમકે ગ્રહગતિ એમને પજવે છે,
જેવો જેનો રોલ એવી ભૂમિકા હોય અદા કરવાનીને,
ધરી દ્રઢ મનોબળ કોઈ નિષ્ફળતાને કેવી હરાવે છે !
પડતી મુશ્કેલીઓને ફરિયાદ સર્વસામાન્ય થઈ ગયું,
ઠોકરના પથ્થરને સીડી પથ્થર બનાવી આગળ ધપે છે,
સુખમાં છકી જવું દુઃખમાં હિંમત હારવી નબળાઈ છે,
અનુકુળ થઈ પરિસ્થિતિને વિજય મેળવીને જંપે છે.