રંગબરસે
રંગબરસે
ખેલ ખેલતા રંગોનો,
આજ ઉત્સવ આયો રે,
રંગબેરંગી રંગોનો,
હોળી તહેવાર આયો રે,
કોઈ વગાડે ઢોલ,
કોઈ વગાડે નગારા,
સુંદર મજાના ગીતોનો,
હોળી ગીતોનો આયો રે,
રંગબરસે રંગબરસે,
કલર પિચકારી લાયો રે,
ભાંગ, ઠંડાઈ પીને,
મસ્ત બની ઝૂમો રે,
આનંદ ઉલ્લાસનો,
કેવો ઉત્સવ આયો રે,
હળીમળીને રમે લોકો,
રંગ બરસતો જાય રે,
સદભાવના જગાવતો,
હોળી ઉત્સવ આયો રે.
