STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Children

4  

Prashant Subhashchandra Salunke

Children

રમતા રમતા

રમતા રમતા

1 min
393

ઘરના ખૂણે હસતા રમતા,

રમત ગમતમાં રમતા રમતા,

ફેંકીએ ચાલ પત્તા પત્તા,

ઉઠાવીએ ચાલ પતા પતા,


એકબીજા પર એતબાર રાખતા,

રમીએ ચાલ પત્તા પતા,

ફેંકુ હું તકરારના પત્તા,

ફેંક તું સવાલના પત્તા, 


ઉઠાવું હું સત્કારના પત્તા,

ઉઠાવ તું મહેફિલના પતા,

ત્યાગી સર્વ અહંકારના પત્તા,

સુખને ચાલ આપીએ પ્રાથમિકતા,


એકમેક પર મદાર રાખતા,

રમીએ ચાલ પત્તા પતા,

ફેંકુ હું અનાદરના પત્તા,

ફેંક તું હલાહલના પત્તા, 


ઉઠાવું હું આદરના પત્તા,

ઉઠાવ તું ન્યાલના પતા,

ત્યાગી સર્વ અસહકારના પત્તા,

સુધારીએ ચાલ જીવનની ગુણવત્તા,


પ્રશાંત, હસતા ગાતા,

ચાલ રમીએ પત્તા પત્તા!

સુખના હાથ બનાવતા,

દુઃખના દાવ છોડતા, 


ઘરના ખૂણે હસતા રમતા,

રમત ગમતમાં રમતા રમતા,

ફેંકીએ ચાલ પત્તા પત્તા,

ઉઠાવીએ ચાલ પતા પતા.


Rate this content
Log in

Similar gujarati poem from Children