STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Inspirational

3  

Ashuman Sai Yogi Ravaldev

Inspirational

રમતા રમતા શીખીએ

રમતા રમતા શીખીએ

1 min
529

ચાલો રમીએ, ભણીએ, ગણીએ

નિત નવું શીખીએ...ચાલો રમીએ..


ખંજરી વાગે, ઢોલક વાગે;

છુમ્મક છુમ્મક નાચીએ;

સુંદર મજાના જોડકણા બનાવી;

ગીત મધુરા ગાઈએ..ચાલો રમીએ...


મને ગમતા નાના નાના,

સુંદર રમકડા બનાવીએ,

કાગળની તો હોડી બનાવી,

વહેતા પાણીમાં તરાવીને..ચાલો રમીએ...


આડી લીટી ઊભી લીટી,

સુંદર ચિત્ર બનાવીએ,

નયન રમ્ય નવા રંગો પુરી,

ભાતીગળ સજાવીએ..ચાલો રમીએ...


સુંદર તરાહની પ્રવૃતિ થકી,

નવું સર્જન સજાવીએ,

મારી પ્રવૃત્તિ, સુંદર મજાની,

સૌને ગમતી કરીએ,

ચાલો રમીએ, ભણીએ,ગણીએ

નીત નવું શીખીએ...ચાલો રમીએ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational