રમત
રમત
જિંદગી એક રમત છે,
રોજ નવી બાઝી
રોજ નવા ખેલ,
ક્યારેક જીતી જવાનું,
ક્યારે હારી જવાનું,
શીખવે ખેલદિલી,
હસતા ચેહરે રમી જવાનું,
ઝૂકી ને ચાલી જવાનું,
ઘડી ની બાઝી,
ને ઘડી ના ખેલ,
સંપી ને રહેવાની કળા,
હિંમત સંઘર્ષ ગુણો
સમજણ નો સેતુ,
સમયસૂચકતા ની પહેલ,
જીવન ના મેદાન માં
રમત ની મજા છે,
રમત એ પણ રમત જ તો છે.