રમત
રમત
ચાલ રમતનો આખરી દાવ ખેલી લઇએ,
હાર-જીતને ઉદારતાથી પછી જેલી લઇએ,
દુનિયાના રંગમંચ પર મળતાં રહેશું ફરી ફરી,
દાવ-પેચ હવે બધા આપણે સંકેલી લઇએ,
જીંદગી ફરીથી મળવાની નથી ભૂલ ના કરીએ,
ગુસ્સાની ક્ષણો જીવનમાંથી હડસેલી લઇએ,
નફરત કરવાનો સમય નથી આ સમજ જરા,
યાદોમાં આપણે પળ બધીયે ગમેલી લઇએ,
ના સમજની વાતો બધી ભૂલી જઇએ હવે તો,
રાતો સઘળી ચાલ ચાંદ સિતારાથી મઢેલી લઇએ.