STORYMIRROR

Rita Macwan

Inspirational

3  

Rita Macwan

Inspirational

રમત

રમત

1 min
212


આજ તારી સામે કરીશ હું મમત,

ઇશ ના હોત તો પણ હું તને ગમત ?


પથ્થર એટલા બધા દેવ એમ ના પૂજ તું,

પરખ આતમની તું આખરી રમત !


ગૂઢ રહસ્ય વાદને તું કર આત્મસાત,

તુજ સંગાથે સૂફી સંત પણ થાશે સંમત.


"નૈનમ છીંદન્તિ" જ આખરી પાઠ છે,

કૃષ્ણ જીવનનો પણ આજ છે અટલ મત.


રામ-રહીમનો પણ છે આ ઐકેશ્વર વાદ,

સર્વ ધર્મ સંહિતાનો છે આ એક જનમત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational