રમો ગુજરાત
રમો ગુજરાત


મોબાઈલને નાં લ્યો ધ્યાને
રમો ગુજરાત રમો મેદાને,
શરીર બનાવો ખડતલ
ખેતર નાં બનાવો પડતર,
રમો ગુજરાત રમો મેદાને,
મનથી મોબાઈલને કરો દૂર
મૂકો બધાની પંચાત,
રમો ને બનો મુક્કાબાજ સાક્ષાત,
મુકો આ બધા જાતપાત
સવારના ચારે પૂરી કરો રાત,
કરી કસરત બનો પહેલવાન સાક્ષાત,
મૂકો મોબાઈલ, મૂકો નિંદાકૂથલી
નાં બનો બહેનો ફૂલની કોમળકળી
કસરત કરી બનો મહાકાળી
રમો ગુજરાત રમો મેદાને,
મૂકો મોબાઈલ કરો સ્વાસ્થ્યનો ખ્યાલ
કસરત ને રમતથી બનો તમે ન્યાલ.