STORYMIRROR

Krishna Mahida

Inspirational

4  

Krishna Mahida

Inspirational

રક્તદાન

રક્તદાન

1 min
383

રક્ત વિરક્ત થાય, જ્યારે અમસ્તું વહી જાય છે,

ક્યાંક કારણ અકસ્માત, કાં વગર સ્નેહે સુકાય છે,

માટે રક્તદાન કરાય છે.

 

યુવાનીમાં ઉછળતું લોહી ચપ્પુની ધારે કપાય છે,

ઢળતી ઉંમરે માતાપિતાનું જીવન ઝોલાં ખાય છે.

માટે રક્તદાન કરાય છે.


મજબુરી મજૂરની મજબૂત છતાં ક્યાં પોસાય છે,

પેટ ખાતર કણ કણ રક્ત રેડી રૂપિયા કમાય છે,

માટે રક્તદાન કરાય છે.


સંબંધો તળવળે અમીરોની અભિમાની ખાય છે,

ટીપું પણ ના મળે જયારે,કોણ કોના પરખાય છે,

માટે રક્તદાન કરાય છે.


ઓશિયાળો ઈશ કરે નહીં, એને બધું દેખાય છે,

એથી માનવતાના માનીતાઓની સુગંધ ફેલાય છે,

માટે રક્તદાન કરાય છે.


જીવન બચાવી કોક, આંખો હરખથી ઉભરાય છે.

કરો રક્તદાન તો "પ્રતીતિ" પરમેશ્વરની થાય છે,

માટે રક્તદાન કરાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational