STORYMIRROR

Mahebub Sonaliya

Drama Thriller

3  

Mahebub Sonaliya

Drama Thriller

રક્ત ભીના પથ્થરો જોવા મળે

રક્ત ભીના પથ્થરો જોવા મળે

1 min
21.7K


રક્ત ભીના પથ્થરો જોવા મળે,

ત્યાં હંમેશા માણસો જોવા મળે,


સત-અસત માટે લડે છે કોઈ ક્યાં?

સૌ લડે જ્યાં ફાયદો જોવા મળે,


દોષ જોવાની જ આદત છે મને,

શું થશે જો આયનો જોવા મળે,


ભાર ઉતરી જાય સૌ ચિંતા તણો,

જ્યારે રમતા બાળકો જોવા મળે,


બસ અપેક્ષિત આપણે જોવુ હતું,

એમ તો શું દોસ્તો જોવા મળે,


કેટલો રોયો હશે 'મહેબુબ' કે,

આંખમાં પણ વાદળો જોવા મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama