STORYMIRROR

Khyati Anjaria

Inspirational Others

3  

Khyati Anjaria

Inspirational Others

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
502

ભાઈ બહેનનો પ્રેમ ગૂંથીને,

આવી રક્ષાબંધન,

રંગે રંગના દોરે ગૂંથાઈ,

પવિત્ર બન્યું આ બંધન.


ધન્ય થયો એ ભાઈ જેને,

કાંડે રાખડી બંધાણી,

રક્ષા કરે તે બહેનની એવી,

લાગણી એમાં જોડાણી.


જુગજુગ જીવે ભાઈલો મારો,

સફળ સદા ખુબ થાય,

અંતરથી આશિષ આપે બહેના,

એના આંખે અશ્રુ છલકાય.


રેશમની દોરી છે નાજુક,

પણ બંધન આ છે અતૂટ,

સાથ છે આ જન્મોજનમનો,

વિશ્વાસ હોય જો અખૂટ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational