રક્ષા
રક્ષા
છે જીવ નાનો પણ જહાંનો વેરી છે
વેર ચાલે પણ પરંતુ ઝેરી છે,
ઝેરની અસર જુઓ કેવી ફૈલી છે ?
પડી લાંઘવી મુશ્કેલ ઘરની ડેલી છે !
જઈ વાયરાને વાત એણે કહી દીધી
કે તું છે સંગતો મને શું મુશ્કેલી છે ?
અહીં માનવે પણ થોડી શાખ મેલી છે ?
ભૈ સુલઝાવી જે સામે પહેલી છે,
આપશે રક્ષા સોયના વારથી
જંતુની હિંમત હારી ચૂકેલી છે,
પણ, ડોઝ લેશો તોજ થાશેને અસર !
શું આપે વેકસીન લીધેલી છે ?
છે જીવ નાનો પણ જહાંનો વેરી છે.
