STORYMIRROR

Pravin Mehta

Inspirational

4  

Pravin Mehta

Inspirational

રહો

રહો

1 min
51


કોઈનું ભલું થાય તો કરતા રહો,

જીવનમાં સદા તમે ખીલતા રહો.


પારકાઓને પોતાના ગણતા રહો,

સૌંદર્ય વાતાવરણમાં ઘૂમતા રહો.


મા - બાપની સેવા ના ચૂકતા રહો,

વૈમનસ્ય, ખટરાગને છોડતા રહો.


સહુની સાથે સબંધો જોડતા રહો,

માત - પિતાના ચરણમાં ઝૂકતા રહો.


દુઃખીયા લોકોના દુઃખને ટાળતા રહો,

ભૂખ્યાની આંતરડી તમે ઠારતા રહો.


આભે નિહાળી ઈશ્વરથી ડરતા રહો,

કોઈની આબરૂ સદા માટે ઢાંકતા રહો.


જીવનસાગરમાં સારી રીતે તરતા રહો,

કોઈનાં આધા

ર બનીને થોભતા રહો.


કોઈને કામ પડે હોંશથી દોડતા રહો,

પરમાત્માનું ધ્યાન કાયમ ધરતા રહો.


વડીલોને મસ્તક નમાવી નમતા રહો,

કોઈપણનાં ખબર અંતર પૂછતા રહો.


સજ્જન લોકોની સંગાથે ફરતા રહો,

દાનવીર બની પુણ્યનું ભાથુ ભરતા રહો.


ઈશ ભક્તિમાં સદા આનંદ માણતા રહો,

સમાજ માટે ઈશ્વર પાસે યાચતા રહો.


મગજને કાર્યરત કરી નવું રચતા રહો,

સૌને ગમે તેવું સુંદર કાવ્ય લખતા રહો.


સૌનાં હૃદયમાં કાયમ માટે વસતા રહો,

અંદરનો આયનો કાયમ સજતા રહો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational