STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

મારી માઁ

મારી માઁ

1 min
350

પહેલું વંદન પ્રભુની પણ પે'લા તને માઁ,

બની મારાં અસ્તિત્વનું કારણ તું માઁ,

સો શિક્ષકની હરોળમાં તું આવતી માઁ,

અડસઠ તીરથધામ છે તારા ચરણે માઁ,


થઈ મોટી હું તુંજ આંગળી પકડી માઁ,

મારું - તારું આ બંધન છે અનોખું માઁ,

દુનિયા આખી બની તારા દમ પર માઁ,

મારી તો દુનિયા જ છે તું માઁ,


ખુદથી પણ વધુ તું પ્રેમ આપતી માઁ,

શીખવ્યા રીત - રિવાજને આપ્યા સંસ્કાર માઁ,

સમજાવે પ્રેમથી તો લાગતી તું વહાલી માઁ,

તારા તો આંચલમાં જ છૂપાયું છે સ્વર્ગ માઁ,


મમતાનો છે તું સાગર માઁ,

સહનશીલતાની તો તું મૂર્તિ છે માઁ,

દુનિયાની સૌથી મોટી યોદ્ધા છે તું માઁ,

તું મારું અનમોલ ધન છે માઁ,


જ્યાં નસીબ જ મારું તે લખ્યું માઁ,

ત્યાં દુઃખ તો ભાગી ગયું ડરીને માઁ,

લઈશ સો જનમ બની તારી લાડકી માઁ,

તારા તોલે તો પ્રભુ પણ ના આવે માઁ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational