STORYMIRROR

nidhi nihan

Inspirational Others

4  

nidhi nihan

Inspirational Others

મા

મા

1 min
265

મા કહો બા કહો કે ભલે કહો મમ્મી

વાત્સલ્ય વીરડીમા ના આવે ઓટ કદી,


સંતાનની સફળતા કાજ પથ્થરોય પૂજતી

એક મા જ છે જે રાખે બાધાને આખડી,


વસતા ભલે વિદેશ દીકરો કે દીકરી

પળેપળ રહેતી ચિંતાતુર એ માવડી,


હોય ચાર દિવાલોની અંદર જ મા રહેતી

આવી પડે વિપદા સાહસ અનેક ખેડતી,


હોય ના જે ઘર પરિવારમાં મા ની હયાતી

એમનું જીવન છે અમાસની અંધારી રાતડી,


અગણિત ઉપકાર કર્યા મા બાળપણ સીંચી

દઝાડશો ના ક્યારેય એ મા ની આંતરડી,


ચાલતા શિખવ્યુ જે માં એ પકડીને આંગળી

બની શકાય તો બનજો વૃધ્ધાવસ્થાની લાકડી,


કરશો સેવા ચાકરી તો ઠરશે મા ની આંતરડી

માતૃઆશિશથી મોટી નથી કોઈ દૈવત્ય શક્તિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational