માં તુ ક્યા છે
માં તુ ક્યા છે
મા તુ કયાં છે ? મા તુ કયાં છે ? હૈંયુ મારુ કહેતુ
તને શોધતા આઘાપાછુ એ તો હિબકા લેતુ
રમતા રમતા પડતો આખડતો મુજને તુ સંભાળતી
મીઠોમીઠો અમી રોટલો ખોળે લઈ ખવરાવતી
થાય મને જો કાંઈ તો માડે એતો રડવા
મને સાજો કરવા બધુ ભૂલી લાગે પ્રભુ સમરવા
મા વગરનું જીવન લાગે કડવુ ઝેર
માનો પ્રેમ મેળવવા પ્રભુને આવવુ પડે છે અમ ઘેર
મા ના હોય એને એકવાર દુઃખ એનુ પુછો
મા બનીને એ દુઃખિયાના આંસુ તમે લુછો
