STORYMIRROR

maheshbhai parmar

Others

4  

maheshbhai parmar

Others

યાદગાર છે ઝરૂખો

યાદગાર છે ઝરૂખો

1 min
1.5K

તારી મારી મુલાકાતનો યાદગાર છે ઝરૂખો

હૈયામાં સંઘરેલો એ તારો ચિત્કાર છેે ઝરૂખો,


આવેલા શમણાંનો એ શણગાર છે ઝરૂખો

રાહ નિરખતી આંખનો પલકાર છે ઝરૂખો,


પિયુની ઝાંઝરનો મીઠો ઝણકાર છે ઝરૂખો

કૈ કેટલીયે યાદોની એ વણઝાર છે ઝરૂખો,


દીસે ના પ્રિયતમ તો એ ભણકાર છે ઝરૂખો

પ્રેમના ખિલ્યા ફાગણનો ફનકાર છે ઝરૂખો,


મોહિતના મનનો વ્હાલો મલ્હાર છે ઝરૂખો.


Rate this content
Log in