STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

રગમાં

રગમાં

1 min
15.3K


શૂન્યતા ભલેને હોય આખા જગમાં,

લોહી હજુ પણ વહે છે આ રગમાં,


મુસીબત હોય અનંત આકાશ જેવી,

ખંત હજુ પણ વેહતો મજાનો ખગમાં,


ડરાવની ડગરથી ડરવાનું નહી અહીં,

તાકાત ઘણી હોય છે એકએક ડગમાં,


હવે સામસામે આવી ગયા છીએ

આફત અલગારી ને હું લગોલગમાં,


હંફાવવું એ આદત છે આ જીવની

અને પડવું કોને ગમે કોઈના પગમાં ?


શૂન્યતા ભલેને હોય આખા જગમાં,

લોહી હજુ પણ વહે છે આ રગમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational