Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

રેતીનું સપનું

રેતીનું સપનું

1 min
301


પાણી વિના તડપતી હશે રેતી કદાચ,

એટલે જ એ તપતી હશે કદાચ.

હૃદયમાં વેદનાઓ હશે બેહિસાબ,

એટલે જ પથિકોને દઝાડતી હશે કદાચ,


સ્વજનના સાથ વિના હૈયું તૂટ્યું હશે કદાચ,

એટલે જ બંજર જમીન જેવી થઈ ગઈ હશે કદાચ,

મિલનની ઝંખના હશે એના હૃદયમાં કદાચ,

એટલે જ વંટોળની સાથે ઊડતી હશે કદાચ.


જળ વિના વ્યથિત થતી હશે કદાચ,

એટલે જ મૃગજળ બની તરસાવતી હશે કદાચ.

એનું પણ સપનું હશે ગુલાબ ખીલવવાનું કદાચ,

એની અસમર્થતા ને કોસતી હશે કદાચ,

એટલે જ મૃગજળ બની રડતી હશે કદાચ.


Rate this content
Log in