STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

રે લાલજીને વ્હાલા હિંડોળા

રે લાલજીને વ્હાલા હિંડોળા

1 min
201

 રે ઢોલ વાગે ને ઊડે ગુલાલ

 બાંધ્યા અમે ચાંદી હિંડોળા

 ઝૂલો ઝુલાવું રે ભરી ભાવ

 રે લાલજી ને વ્હાલા હિંડોળા,

 

 આંગણ પધારજો અષાઢી નોમજી

દે ગોવર્ધન તેડાં ઠાકોરજી

 હીંચો હરિ હરખથી ઊંચે રે ડાળ

રે લાલજી ને વ્હાલા હિંડોળા,

 

 આવી છે શુક્લા શ્રાવણની નોમજી

 દે છે સાદ ઘેલાં રાણી રે યમુનાજી

 ઝૂલાવું જઈ ઊંચે કદમની ડાળ

 રે લાલજી ને વ્હાલા હિંડોળા,

 

 હીંચે જ વૃન્દાવન ને હસે માવડી

 નાચો રે મોરલા થનગન રૂપાળા

 સ્નેહની અમે બાંધી અમે દોર

 રે લાલજી ને વ્હાલા હિંડોળા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational