STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

રે ગરબે ઘૂમે ગુજરાત..લાલ સનેડો

રે ગરબે ઘૂમે ગુજરાત..લાલ સનેડો

1 min
359

રે ગરબે ઘૂમે ગુજરાત..લાલ સનેડો……

  ઢમ ઢમ ઢોલ વાગ્યાં…. ને આવી રૂડી નવરાત

મા દુર્ગા ભગવતીની ઉપાસના…..રે ગરબે ઘૂમે ગુજરાત..લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.  


લીલાછમ જવારા માતના…, મા ધરણીના ઉપહાર 

ગરબા કોરાવ્યા હેતના….રે પધાર્યા ગરબે અંબામાત…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.  


કુમકુમ સાથિયા શોભતા…. ને ત્રિશૂળ શક્તિનું ધામ 

નમીએ દઈ વધામણાં….રે આશિષ દે પાવા માત…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.  

ભલી ભલી આભલે મઢી… ઘમ્મર ઘૂમે છત્તર આભ 

રંગ-બેરંગી નર નારી ભલાં…રે ગરબે ઘૂમે બહુચર માત…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.  


આવી રહી છે દિવાળી ઢૂંકડી… દે સ્વચ્છતાનો સંદેશ 

ઘર ગામ રૂડું દીપાવજો….રે ગરબે ઘૂમે ઉમિયા માત…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.  


રાસ રમવાની વેળા થઈ ભલા… જુએ રાહ નેપુરના રણકાર 

લાલ ચટક ચૂંદડીની ભાતું જ ગાતી….ઉડાડે  મા નવદુર્ગા ગુલાલ…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational