STORYMIRROR

Mehul Anjaria

Inspirational Others

3  

Mehul Anjaria

Inspirational Others

રાવણ

રાવણ

1 min
46

વરસે વરસે બળી રહેલા રાવણને, ફરી બાળીને શું કરશો ? 

હરતાં ફરતાં લાખો રાવણ અહીં, એમનું શું કરશો ?


ખાઈ મીઠાઈ, કરીએ ઉત્સવ, કરીને રાવણ દહન, 

મરે છે રાવણ કેટલાં ખરેખર, વિચાર માગે ગહન.


લંકાનાં રાવણને તો, રામે મોક્ષ આપ્યો,

શંકાનાં જે છે રાવણ, એમનું શું કરશો ?


દસ માથાની ઓળખ નથી, માણસ જેવા માણસ છે,

રામનાં વેશમાં ફરી રહેલા, રાવણનું શું કરશો ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational