STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

રાત નથી આવતી

રાત નથી આવતી

1 min
610

વિચારોની વેલને જે રાખે છે લીલીછમ

એના જીવનમાં રાત નથી આવતી

સપનાઓને પણ રાખે છે સાથ

એના જીવન માં રાત નથી આવતી


આશા ઉમંગ વિશ્વાસનો દીપક રાખે છે જલાવી

એના જીવનમાં રાત નથી આવતી

નવા ઉલ્લાસ નવા ઉમંગના ચંદ્ર ને રાખે જે હૈયે ઉગાડી

એના જીવન માં રાત નથી આવતી


રાતરાણી જેવા સુકર્મોની મહેક રાખે ફેલાવી

એના જીવનમાં રાત નથી આવતી

જે આસ્થાના સૂરજને રાખે છે ઝગમગાવી

એના જીવનમાં રાત નથી આવતી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational