રાત છે
રાત છે
જ્યાં જ્યાં ગરીબોની નાત છે,
સ્વપ્ન ત્યાં સળગવાની વાત છે,
જિંદગીમાં એ શુ પામી શકે ?
માંગવાની બસ જેની ઔકાત છે,
ના કોઈ રૂપ છે રંગ છે સુખનો,
જિંદગીમાં એની તો બસ રાત છે.
પેટનો ખાડો પુરવાને કાજ જો,
વેઠતાં હરઘડી એ ઘાત છે.
જ્યાં જ્યાં ગરીબોની નાત છે,
સ્વપ્ન ત્યાં સળગવાની વાત છે,
જિંદગીમાં એ શુ પામી શકે ?
માંગવાની બસ જેની ઔકાત છે,
ના કોઈ રૂપ છે રંગ છે સુખનો,
જિંદગીમાં એની તો બસ રાત છે.
પેટનો ખાડો પુરવાને કાજ જો,
વેઠતાં હરઘડી એ ઘાત છે.