STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

રાષ્ટ્ર

રાષ્ટ્ર

1 min
30

રાષ્ટ્ર પ્રગતિના પંથે આગળ વધે તેવું વિચારજો,

માત્ર બોલવાથી કંઈ નહિ વળે કરી બતાવજો.


વિકાસની વાતો નહિ ચાલે વિકાસ કરાવજો,

રાજકારણની સંતાકૂકડીમાં લોકોને ના રમાડજો.


વિકાસ વાતોથી નહિ વાસ્તવિક કરીને બતાવજો,

કોમવાદ અને હિંસા મિટાવી સૌ એકતા જાળવજો.


હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ પરિવાર બનાવજો,

ભારતીય બંધુઓ રાષ્ટ્રપ્રેમ રાખી દેશનું વિચારજો.


ઈશ્વરે આપેલી સંપત્તિને સારા મારગે વાપરજો,

સંતતિ પ્રગતિના સોપાન ચઢે આગળ વધારજો.


વિદ્યાર્થીને વિદ્યાદાન કરીને નોકરીએ ચઢાવજો,

હોય દિવાળી, ઈદ, નાતાલ સાથે મળી મનાવજો.


મત આપવો ફરજ છે સહુને મતદાન તે કરાવજો,

બાકી રાજકારણથી દૂર રહેવું ઘરમાં ના ઘુસાડજો.


હે નેતાઓ દેશને ધ્યાનમાં લઈ નેતૃત્વને સંભાળજો,

ના કોઈ ગરીબ રહે, ભૂખ, ભ્રષ્ટાચારને હટાવજો.


પક્ષ - અપક્ષનું વિભાજન કરી લોકોને ન, રીબાવજો,

એક હાથે તાળી નવ પડે માટે બે હાથે વગાડજો.


દેશદ્રોહ દફનાવી કાયમ માટે દેશપ્રેમ અપનાવજો,

એકબીજાને મદદરૂપ બનવા સ્કંધને ટેકાવજો.


તિરંગાને સલામી આપી દેશનું ગૌરવ વધારજો,

ભારતીય શહીદોને યાદ કરી મસ્તક નમાવજો.


દેશભક્ત બની રાષ્ટ્રગાન ગાવું અને બોલાવજો,

ખરી રીતે રાજનીતિ લાવી ચાર ચાંદ લગાડજો.


ભારતને સુવર્ણ મહેલ બનાવી વિશ્વને દેખાડજો,

માનવની પદવી મળી છે દાનવવૃત્તિ નવ દાખવજો.


મા ભારતીને નતમસ્તકે નમી મૃતીકા શીશ ચઢાવજો,

ઈશ્વર પણ અવતારી બન્યા એ ભૂમીને વધાવજો.


મનમાંથી કળિયુગ હટાવી ને સતયુગ સ્થાપજો,

મુસાફર છીએ આપણે , યાત્રા સારી ગોઠવજો.


આવ્યા સૌ બંધ મુઠ્ઠીએ જતાં હાથ બતાવજો,

'પ્રવિણ' અહીંનું અહીં જ રહેશે મૂકી સીધાવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational