રાશિફળ
રાશિફળ
રાશિ ફળ,
પ્રશ્ન ખુબ અકળ !
મુદત એની,
સમયથી બાંધેલી,
દૈનિક, અઠવાડિક,
માસિક કે વાર્ષિક.
સૌ તાજું માંગે,
જૂનું કામ ન લાગે.
છાપામાં રોજ છપાય,
ભલે વંચાય કે ન વંચાય,
ટીવીમાં પ્રોગ્રામ ખાસ થાય,
બાર રાશિના ભવિષ્ય કે'વાય,
આદત રોજની બંધાય.
મોર્ડન હોય કે જુનવાણી,
મનના ખૂણે આશા બંધાણી,
પાંચમાંથી એક વાત નજીક આવે,
તોય પણ મનમાં આશા તો જાગે,
ભવિષ્ય બધા લોકોના કેમ ભખાય ?
લાગ્યું તો તીર નહીં તો તુક્કો કે'વાય.
છે આ એક સાચું વિજ્ઞાન,
શું બધા પાસે છે આ જ્ઞાન ?
