STORYMIRROR

Jn Patel

Classics Inspirational

4  

Jn Patel

Classics Inspirational

રામ રાજ્ય

રામ રાજ્ય

1 min
326

રામના હાથથી છૂટે તે મરે છે,

ને રામના નામે પથ્થર તરે છે.


મુગટ બનીને માથે શોભીશ.

ને રામની ચાખડી રાજ કરે છે.


રામ આવશે એવા વિશ્વાસથી,

શબરી એંઠા કરીને બોર ભરે છે.


જટાયુની જાત હવે એક રહસ્ય છે,

ગલીએ ગલીએ રાવણ ફરે છે.


રામનું કામ અને રામનું નામ અલગ હશે,

વાનર થઈ જાત આખી કોણ ધરે છે.


મારૂતિ બની એ જ સીતાને શોધે,

જે રામને પોતાના હૈયે ધરે છે.


મિત્રતાની એક મિશાલ છે સુગ્રીવ,

જગતમાં રામ પાછળ કોણ મરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics