STORYMIRROR

Harshida Dipak

Fantasy Inspirational

3  

Harshida Dipak

Fantasy Inspirational

રામ નામે પળ

રામ નામે પળ

1 min
27K


રાત અંધારી છતાં એવી ખુમારી હોય છે,

ચાંદનીના તેજમાં બોળી કટારી હોય છે.


છીપલું કે રેતકણમાં તેજ દીશે છે ઘણું,

એ જ તારી તેજ વાણી તારનારી હોય છે.


નાક, નકશો હો ભલે રૂડો રૂપાળો એમનો,

એજ નકશામાં અહમની એક ક્યારી હોય છે.


એ કરે છે ગુપ્ત વાતો જિંદગીભર શાનમાં,

તે જ વાતો જિંદગીને તારનારી હોય છે.


ઓ પ્રભુજી પ્રેમ મારો આપના ચરણે ધર્યો,

રામ નામે પળ ગુજારી એ જ સારી હોય છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Fantasy