રાખું
રાખું
ડગલાં મારાં અણનમ રાખું,
ખૂણા ભીતરના સમ રાખું.
ઝાકળ ભીનું જગને જોવા,
આંખોને જળથી નમ રાખું.
હામ ભરીને છલકાતું હો ,
હૈયું એવું હરદમ રાખું.
વાણી પશ્યંતી વદતી જઈ,
એના પડઘમ બમબમ રાખું.
મોતના દર્પણથી શું ડરવું ?
થાય એવું સાથે જમ રાખું.
ઈશ્વરને સઘળું સોંપ્યું તો,
જીવનમાં હું ક્યાં ગમ રાખું ?