STORYMIRROR

urvashi trivedi

Tragedy Thriller

4  

urvashi trivedi

Tragedy Thriller

રાખી છે

રાખી છે

1 min
25

અંધવિશ્વાસમાં વિશ્વાસ રાખ્યો છે

નરી આંખે આંખોને સૂરદાસ રાખી છે,


ક્રોસ પર ટીંગાઈ ગઈ છે ઈચ્છાઓ આકાંક્ષાઓ

ફક્ત ખીલી ખોડવાની બાકી રાખી છે,


પ્રેમ હુંફ અને લાગણીઓનાં સરવાળા ખોટા પડે છે

લાગે છે દાખલો ગણવાની રીત જ ખોટી રાખી છે,


નસીબનું પાંદડું ઘર તરફ આગળ વધ્યું ત્યારે

કમાડ વાસીને બારી ઉઘાડી રાખી છે,


જીવનના માર્ગોમાં ફાંટા જ દેખાય છે

લાગે છે શરૂઆતથી દિશા જ ખોટી રાખી છે,


શતરંજની રમતમાં પાસા અમારે પાડવાના,

મોહરાની ચાલ ઈશ્વર તેં તારા હાથમાં રાખી છે,


શ્રદ્ધાના દીપકને બુજાવવા ના દેતો હે ઈશ્વર

હલેસા વગરની હોડી તારા નામે તરતી રાખી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy