રાખ વિશ્વાસ
રાખ વિશ્વાસ
હૈયે હામ રાખી કર તું મહેનત,
મળશે સફળતા ઉઠાવ તું જહેમત,
હોય ભલે રસ્તે કાંટા કંકર,
ન તું ડર ભલે હોય રસ્તા ભયંકર,
મન રાખી વિશ્વાસ આગળ વધ તું,
મળશે સફળતા પ્રયત્ન કર તું,
નથી મળતું સઘળું આમ રસ્તામાં,
સાહસ વગર સિદ્ધિ મળે ન સસ્તામાં,
તુજ કરી શકીશ રાખ મનમાં હામ તું,
ખુદની શક્તિને પિછાણી ડગલાં માંડ તું.
