રાહમાં ચાલતા ચાલતા
રાહમાં ચાલતા ચાલતા
રાહમાં ચાલતા ચાલતા
થઈ એક ફૂલ સાથે મુલાકાત
શીખવ્યું એણે મહેકવાનું કામ,
બીજાને મહેક આપતા આપતા,
મારું જીવન પણ મહેકી ગયું,
રાહમાં ચાલતા ચાલતા,
થઈ એક વરસતી વાદળી સાથે મુલાકાત,
આપ્યું એને બીજાને આપવાનું કામ,
આપતા આપતા બીજાને,
હું પણ થઈ ગઈ ધનવાન,
રાહમાં ચાલતા ચાલતા,
થઈ એક સરિતા સાથે મુલાકાત,
આપ્યું સંઘર્ષ માટેનું જ્ઞાન,
સંઘર્ષ કરતા કરતા બની ગઈ હું પણ સફળ,
રાહમાં ચાલતા ચાલતા,
થઈ કોયલ સાથે મુલાકાત,
ખુશ રહેવાનું આપ્યું એને જ્ઞાન,
ખુશી ખુશી થઈ મારી જિંદગી આબાદ,
રાહમાં ચાલતા ચાલતા
થઈ એક વૃક્ષ સાથે મુલાકાત,
આપ્યું એને વસંત અને પાનખરનું જ્ઞાન,
એના થકી દુઃખમાં પણ રહી શકી હું અડગ !
રાહમાં ચાલતા ચાલતા,
થઈ સૂરજ સાથે મુલાકાત,
આપ્યું જીવન ઉજાસ ફેલાવવાનું જ્ઞાન,
બીજાના જીવનમાં રોશની પાથરતા પાથરતા,
મારું જીવન પણ બની ગયું પ્રકાશમાન,
રાહમાં ચાલતા ચાલતા
થઈ ધરતી સાથે મુલાકાત,
શીખવ્યા ધરતી એ સહનશીલતાના પાઠ,
એના થકી બીજા એ મારા પર ફેંકેલા પથ્થરોથી,
જીવન ઇમારતનું સુંદર ચણતર કરી લીધું,
રાહમાં ચાલતા ચાલતા,
થઈ પથ્થર સાથે મુલાકાત,
ધીરજનું એને આપ્યું જ્ઞાન,
તૂટે હથોડી મારતા પથ્થર એ પગથિયું બને,
રાખે જો હૈયે હામ તો એ પથ્થર પણ શિલ્પ બને !
