STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

રાહી

રાહી

1 min
12.5K


સાથ છૂટ્યો ત્યારે જાણ્યું પ્રીતની શું રીત છે.

પ્રીતની સરગમ સુણી જે મધુરું સંગીત છે.

પ્રીત પામી રાહમાં, રાહી બની ગુજર્યા હતા,

કંટકોને ફુલ જાણી અમે ઇશ્કમાં ડૂબ્યાં હતાં.

જીંદગી શું ચીજ છે સંગે ભલા માણ્યું હતું,

પ્યારની દૌલત હતી મસ્તીમાં ઝુમ્યા હતા.

પ્રીતની ગહરાઇનો ભલા ક્યાં અંદાઝ હતો,

વિશ્વાસે ઝાલી હસ્ત આંખ મુંદી નિસર્યા હતા.

આંખમાં જાદુને ચાલમાં ઠુમકા સુણ્યા હતાં,

હાસ્ય તમારું દિલને સ્પર્શી બહેલાવતું હતું.

છાનું દર્દ હ્રદયે હોઠ પર મૌન ધારણ હતું,

જુદાઈના ઝહર અમે ધીરે ધીરે પીધાં હતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy